આઈપીએલ ટાઈમ ટેબલ 2024, આઈપીએલ ટીમ 2024, આઈપીએલ લાઈવ ટેલિકાસ્ટ ચેનલ બધી જ વિગતોની માહિતી મેળવો. (IPL 2024 ટાઈમ ટેબલ, IPL 2024 ટીમ લિસ્ટ, આઈપીએલ 2024)
ક્રિકેટનાં રસિયાઓ થઇ જાઓ તૈયાર કારણકે સૌથી પોપ્યુલર ક્રિકેટ મેચ સિરીઝ IPL એ ૨૨ માર્ચે શરુ થવા જઈ રહી છે. ટીવી, ન્યૂઝ પેપર, સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ્સ બધી જ જગ્યાએ IPL ની જાહેરાતો અને સમાચારો માલવાના ચાલુ થઇ ગયા છે. આ IPL 2024 ૨૨ માર્ચથી શરુ કરીને ૨૯ મે સુધી ચાલશે જેનું સંપર્ણ ટાઈમ ટેબલ BCCI દ્વારા જાહેર કરી દીધેલ છે.
જો તમને ક્યારે કઈ મેચ રમાશે, ક્યાં રમાશે, કેટલા વાગે રમશે તે વિશેની તમામ જાણકારી મેળવવી હોય તો તમે આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો કેમ કે આજે આપણે આ આર્ટીકલમાં IPL 2024 ના ટાઈમ ટેબલથી લઈને IPL માં રમતી બધી જ ટિમો અંગેની જાણકારી મેળવીશું. તો ચાલો વધુ સમય બગાડ્યા વિના આપણે આ આર્ટિકલ ની શરૂઆત કરીએ.
IPL 2024 ટાઈમ ટેબલ
જેમ અગાઉ જણાવ્યું તેમ IPL એ ૨૨ માર્ચે શરુ થશે અને તે ૨૯ માર્ચ સુધી ચાલશે. કુલ મળીને આ સિરીઝમાં 74 મેચોનો સમાવેશ કરવામાં આવશે જેમાં 10 ટિમો ભાગ લેશે. ટાઈમ ટેબલ ની વાત કરીએ તે હજુ સુધી માત્ર અડધી મેચો માટે જ તે બહાર પાડવામાં આવ્યું છે જ્યારે બાકીનું અડધું એ ભારતમાં યોજાનારી લોક સભાની ચૂંટણી ની તારીખો નક્કી થયા બાદ જાહેર કરવામાં આવશે.
સંપૂર્ણ ટાઈમ ટેબલે જયારે જાહેર થશે ત્યારે અમે તમને જણાવી દઇશુ પણ ત્યાં સુધી ચાલો આપણે જાહેર થઇ ગયેલા અડધા ટાઈમ ટેબલ પર નજર કરીએ.
તારીખ | મેચ | સમય | સ્થળ |
---|---|---|---|
22/03/2024 | CSK vs RCB | સાંજે 7:30 PM | ચેન્નાઈ |
23/03/2024 | PBKS vs DC | બપોરે 3:30 PM | મોહાલી |
23/03/2024 | KKR vs SRH | સાંજે 7:30 PM | કોલકાતા |
24/03/2024 | RR vs LSG | બપોરે 3:30 PM | જયપુર |
24/03/2024 | GT vs MI | સાંજે 7:30 PM | અમદાવાદ |
25/03/2024 | RCB vs PBKS | સાંજે 7:30 PM | બેંગલુરુ |
26/03/2024 | CSK vs GT | સાંજે 7:30 PM | ચેન્નાઈ |
27/03/2024 | SRH vs MI | સાંજે 7:30 PM | હૈદરાબાદ |
28/03/2024 | RR vs DC | સાંજે 7:30 PM | જયપુર |
29/03/2024 | RCB vs KKR | સાંજે 7:30 PM | બેંગલુરુ |
30/03/2024 | LSG vs PBKS | સાંજે 7:30 PM | લખનૌ |
31/03/2024 | GT vs SRH | બપોરે 3:30 PM | અમદાવાદ |
31/03/2024 | DC vs CSK | સાંજે 7:30 PM | વિશાખાપટ્ટનમ |
01/04/2024 | MI vs RR | સાંજે 7:30 PM | મુંબઈ |
02/04/2024 | RCB vs LSG | સાંજે 7:30 PM | બેંગલુરુ |
03/04/2024 | DC vs KKR | સાંજે 7:30 PM | વિશાખાપટ્ટનમ |
04/04/2024 | GT vs PBKS | સાંજે 7:30 PM | અમદાવાદ |
05/04/2024 | SRH vs CSK | સાંજે 7:30 PM | હૈદરાબાદ |
06/04/2024 | RR vs RCB | સાંજે 7:30 PM | જયપુર |
07/04/2024 | MI vs DC | બપોરે 3:30 PM | મુંબઈ |
07/04/2024 | LSG vs GT | સાંજે 7:30 PM | લખનૌ |
તો IPL ની બધીજ મેચોથી અપડેટેડ રહેવા માટે તમે આ આર્ટિકલ ને સેવ અથવા બુકમાર્ક કરીને રાખી શકો છો તેમજ તમારા પરિવારજનો અને મિત્રો સાથે પણ શેર કરી શકો છો જેથી તે પણ બધી મેચો વિષે જાણી શકે. તો ચાલો હવે આપણે આ IPL 2024 માં રમનારી ટિમો વિશેની માહિતી મેળવીએ.
IPL 2024 ટિમ લિસ્ટ
અગાઉ જણાવ્યા પ્રમાણે આ વર્ષે ૧૦ ટિમ આઇપીએલ 2024 માં ભાગ લેશે. આમ જોવા જઈએ, તો મોટે ભાગે ખેલાડીઓની ગોઠવણ ગયા વર્ષ જેવી જ છે પરંતુ એક-બે ટિમો છે જેમાં બદલાવ આવ્યા છે. દરેક ટીમમાં કયા ખેલાડીઓ જોવા મળશે અને જે તે ટીમનો કપ્તાન કોણ હશે તેની તમામ માહિતી તમે નીચે આપેલા કોષ્ટકમાં જોઈ શકો છો.
ગુજરાત ટાઇટન્સ (GT)
- ટીમનો કપ્તાન: શુભમન ગિલ
- ટીમના ખેલાડીઓ: મેથ્યુ વેડ, કેન વિલિયમસન, ડેવિડ મિલર, જયંત યાદવ, રિદ્ધિમાન સાહા, રાહુલ તેવટિયા, બી. સાઈ સુદર્શન, મોહિત શર્મા, દર્શન નલકાંડે, કાર્તિક ત્યાગી, ઉમેશ યાદવ, વિજય શંકર, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ, નૂર અહમદ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માનવ સુથાર, અભિનવ મનોહર, શાહરૂખ ખાન, સુશાંત મિશ્રા, સ્પેન્સર જોનસન.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: રોબિન મિન્ઝ, મોહમ્મદ શમી
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
- ટીમનો કપ્તાન: હાર્દિક પંડ્યા
- ટીમના ખેલાડીઓ: રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુમાર કાર્તિકેય, ડેવાલ્ડ બ્રેવિસ, એન. તિલક વર્મા, અર્જુન તેંડુલકર, ટિમ ડેવિડ, નેહલ વાધેરા, રોમારિયો શેફર્ડ, વિષ્ણુ વિનોદ, નુવાન તુશારા, શમ્સ મુલાની, લ્યુક વૂડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, અંશુલ કંબોજ, આકાશ માધવાલ, શિવાલિક શર્મા, શ્રેયસ ગોપાલ, મોહમ્મદ નબી, નમન ધીર.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: દિલશાન મદુશંકા, જેસન બેહરેનડોર્ફ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)
- ટીમનો કપ્તાન: ફાફ ડુ પ્લેસીસ
- ટીમના ખેલાડીઓ: વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, સુયશ પ્રભુદેસાઈ, આકાશ દીપ, અનુજ રાવત, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, વિલ જેક્સ, વિજયકુમાર વૈશક, મહિપાલ લોમરોર, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, કેમેરોન ગ્રીન, સ્વપ્નિલ સિંહ, અલઝારી જોસેફ, હિમાંશુ શર્મા, લોકી ફર્ગ્યુસન, રાજન કુમાર, સૌરવ ચૌહાણ, યશ દયાલ, ટોમ કુરન.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: –
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
- ટીમનો કપ્તાન: શ્રેયસ ઐયર
- ટીમના ખેલાડીઓ: આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રિંકુ સિંહ, હર્ષિત રાણા, સુયશ શર્મા, નીતિશ રાણા, વેંકટેશ ઐયર, વૈભવ અરોરા, અનુકુલ રોય, રહેમાનુલ્લા ગુરબાઝ, રમનદીપ સિંહ, કેએસ ભરત, ફિલ સોલ્ટ, મનીષ પાંડે, વરુણ ચક્રવર્તી, દુષ્મંથા ચમીરા, સાકિબ હુસૈન, ચેતન સાકરિયા, મુજીબ ઉર રહેમાન, મિશેલ સ્ટાર્ક, અંગક્રિશ રઘુવંશી, શેરફેન રધરફોર્ડ.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: ગુસ એટકિન્સન, જેસન રોય.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
- ટીમનો કપ્તાન: મહેન્દ્ર સિંહ ધોની
- ટીમના ખેલાડીઓ: રવીન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, મોઈન અલી, રુતુરાજ ગાયકવાડ, તુષાર દેશપાંડે, દીપક ચહર, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર, રાજવર્ધન હંગરગેકર, સિમરજીત સિંઘ, અજય મંડલ, ડેરીલ મિશેલ, મુકેશ ચૌધરી, રચિન રવિન્દ્ર, શૈક રશીદ, પ્રશાંત સોલંકી, મિશેલ સેન્ટનર, સમીર રિઝવી, અવનીશ રાવ અરવેલી, મુસ્તાફિઝુર રહેમાન, નિશાંત સિંધુ, મહેશ થીક્ષાના
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: મથીશા પથિરાના, ડેવોન કોનવે
રાજસ્થાન રોયલ્સ (RR)
- ટીમનો કપ્તાન: સંજુ સેમ્સન
- ટીમના ખેલાડીઓ: યશસ્વી જયસ્વાલ, રવિચંદ્રન અશ્વિન, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, જોસ બટલર, સંદીપ શર્મા, શિમરોન હેટમાયર, કુણાલ રાઠોડ, નવદીપ સૈની, ટ્રેન્ટ બોલ્ટ, આબિદ મુશ્તાક, ડોનોવન ફરેરા, કુલદીપ સેન, યુઝવેન્દ્ર ચહલ, નંદ્રે બર્ગર, શુભમ દુબે, એડમ ઝમ્પા, અવેશ ખાન, રોવમેન પોવેલ, ટોમ કોહલર-કેડમોર.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: પ્રસીધ કૃષ્ણ
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
- ટીમનો કપ્તાન: પેટ કમિન્સ
- ટીમના ખેલાડીઓ: એડન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, ભુવનેશ્વર કુમાર, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સન, ટી. નટરાજન, ગ્લેન ફિલિપ્સ, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલપ્રીત સિંહ, શાહબાઝ અહેમદ, મયંક માર્કંડે, જાથવેધ સુબ્રમણ્યન, ફઝલહક ફારૂકી, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતીશ કુમાર રેડ્ડી, ટ્રેવિસ હેડ, વાનિન્દુ હસરાંગા.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: –
પંજાબ કિંગ્સ (PBKS)
- ટીમનો કપ્તાન: શિખર ધવન
- ટીમના ખેલાડીઓ: મેથ્યુ શોર્ટ, સિકંદર રઝા, ઋષિ ધવન, અર્શદીપ સિંહ, પ્રભસિમરન સિંઘ, નાથન એલિસ, જીતેશ શર્મા, હરપ્રીત બ્રાર, લિયામ લિવિંગસ્ટોન, કાગીસો રબાડા, અથર્વ ટાઈડે, આશુતોષ શર્મા, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ક્રિસ વોક્સ, રિલી રોસોઉ, સેમ કુરાન, હર્ષલ પટેલ, રાહુલ ચહર, શિવમ સિંહ, શશાંક સિંહ, તનય ત્યાગરાજન, હરપ્રીત ભાટિયા, વિદ્વાત કાવેરપ્પા, પ્રિન્સ ચૌધરી.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: –
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
- ટીમનો કપ્તાન: કે એલ રાહુલ
- ટીમના ખેલાડીઓ: કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક, રવિ બિશ્નોઈ, નિકોલસ પૂરન, કાયલ મેયર્સ, દીપક હુડા, દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, યુદ્ધવીર સિંહ, શમર જોસેફ, મોહસીન ખાન, પ્રેરક માંકડ, શિવમ માવી, આયુષ બદોની, અમિત મિશ્રા, ડેવિડ વિલી, મયંક યાદવ, નવીન-ઉલ-હક, એશ્ટન ટર્નર, યશ ઠાકુર, કે. ગૌતમ, અર્શિન કુલકર્ણી, મોહમ્મદ. અરશદ ખાન, એમ. સિદ્ધાર્થ.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: માર્ક વુડ
દિલ્હી કેપિટલ્સ (DC)
- ટીમનો કપ્તાન: રિષભ પંત
- ટીમના ખેલાડીઓ: ડેવિડ વોર્નર, કુલદીપ યાદવ, પૃથ્વી શો, પ્રવિણ દુબે, લલિત યાદવ, ખલીલ અહેમદ, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, વિકી ઓસ્તવાલ, જેક ફ્રેઝર-મેકગર્ક, મિશેલ માર્શ, એનરિક નોર્ટજે, અભિષેક પોરેલ, એનરિક નોર્ટજે, મુકેશ કુમાર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, રસિક ડાર, યશ ધુલ, રિકી ભુઇ, સુમિત કુમાર, શાઈ હોપ, કુમાર કુશાગરા, જ્યે રિચર્ડસન, સ્વસ્તિક ચિકારા.
- પાછા ખેંચાયેલા/ઈજાગ્રસ્ત ખેલાડીઓ: લુંગી એનગીડી, હેરી બ્રુક
IPL 2024 લાઈવ ક્યાં જોવી?
યુઝર્સ આઇપીએલની મેચોને સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર જુદી જુદી ભાષાઓમાં લાઈવ જોઈ શકશે અને જો આપણે લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની વાત કરીએ તો યુઝર્સ તેને જીયો સિનેમા ની એપ તેમજ વેબસાઈટ પર જોઈ શકશે.
તે સિવાય જો હજુ પણ તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. આઇપીએલ વિશે વધુ અપડેટ્સ મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સેપ ગ્રુપમાં જોડાઓ. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.