ધોનીની ધમાલ રીટર્ન! CSKને બચાવશે કે નહીં? ગાયકવાડે કર્યો આ ભારેખમ ખુલાસો!

IPL 2025માં મોટો ધડાકો! ધોની ફરીથી CSKના કપ્તાન, ગાયકવાડ ઇજાથી બહાર! જાણો શું કહે છે ફેન્સ? ક્લિક કરો અને જાણો સત્ય!

સીએસકે કેપ્ટન

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે તેમના કપ્તાન રુતુરાજ ગાયકવાડને કોણીમાં થયેલી ઇજાને કારણે IPL 2025ના બાકીના મેચોમાંથી બહાર રહેવું પડશે. આ ખરાબ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે CSKની ટિમ આ ટુર્નામેન્ટમાં સારો પરફોર્મન્સ નથી આપી શકી.

ગાયકવાડને રાજસ્થાન રોયલ્સ સામેના મેચ દરમિયાન કોણીમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું. ટીમ પહેલેથી જ ચાર મેચ હારીને સંઘર્ષ કરી રહી હતી, અને હવે કપ્તાનની ગેરહાજરીમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગયી છે. હવે ફેન્સ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે CSKનો નવો કેપ્ટન કોને બનાવવામાં આવશે.

CSKનો નવો કેપ્ટન કોણ?

CSKના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે આજના સીએસકે વિ કેકેઆર ના મેચ પહેલાં પત્રકારોને આ જાણ કરી છે કે રુતુરાજ ગાયકવાડ એ IPL 2025ની બાકીની બધી જ મેચોમાંથી બહાર રહેશે અને સીએસકેના નવા કેપ્ટન એમએસ ધોની બનશે. ફેન્સ આ અચાનક ફેરફારથી ચોંકી ગયા છે, પરંતુ IPL 2023 પછી ફરીથી ધોનીને કપ્તાનીમાં જોવા માટે ઉત્સાહિત થઇ ગયા છે.

ગાયકવાડે CSK ફેન્સને આપ્યો ભાવુક સંદેશ

નિરાશ થયેલા રુતુરાજ ગાયકવાડે CSKના સોશિયલ મીડિયા પર ભાવુક વિડિયો સંદેશ શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, “IPLના બાકીના મેચોમાંથી બહાર રહેવું પડે છે તેનો ખૂબ જ ખેદ છે. તમારા સપોર્ટ માટે ખુબ ખુબ આભાર, જે ખરેખર અમારા માટે મહત્વપૂર્ણ રહ્યો છે”.

તેમણે ધોનીના રીટર્ન પર થોડોક મજાક પણ કર્યો હતો જેમાં તેણે એમએસ ધોનીને “યુવાન વિકેટકીપર” કહીને ટીમની કપ્તાની સોંપી હતી. ગાયકવાડે સ્મિત સાથે કહ્યું હતું કે, “હા, આ સીઝન અમારા માટે મુશ્કેલ રહી છે, પરંતુ હવે અમારી પાસે એક યુવાન વિકેટકીપર કપ્તાન છે, અને આશા છે કે હવે સ્થિતિ સુધરશે. હું ડગઔટમાંથી ટીમને સપોર્ટ કરીશ,”

પોલ

શું ધોની CSKને અચાનક કમબેક કરાવી શકશે?

CSKની IPL 2025માં મુશ્કેલીઓ

CSKએ સીઝનની શરૂઆત મુંબઇ ઇન્ડિયન્સ સામે જીત સાથે કરી હતી, પરંતુ ત્યાતે બાદ ટિમ ઘણા બધા મેચો હારી ચૂકી છે. ઉપરથી ગાયકવાડની ઇજાએ પરિસ્થિતિન વધુ ખરાબ થઈ છે, કારણ કે તે ટીમના સારા એવા સ્થિર બેટ્સમેનમાંથી એક હતા. સીએસકેની હાલની સ્થિતિ ખુબ ચિંતાજનક છે જે નીચે આપેલા આંકડાઓ પરથી સમજી શકાય છે:

સ્ટેટવિગતો
પોઇન્ટ્સ ટેબલમાં સ્થાન9મું (10 ટીમોમાંથી)
પોઇન્ટ્સ2 (5 મેચમાંથી)
નેટ રન રેટ-0.889 (સૌથી ખરાબ)

ધોનીની કપ્તાનીમાં રીટર્ન – શું તે સ્થિતિ સુધારી શકશે?

જોવા જઈએ તો CSKની સમસ્યાઓ ઊંડી છે. બેટિંગ અસ્થિર છે અને બોલિંગમાં રન લીક થઈ રહ્યા છે. ગાયકવાડના બહાર થઇ જવાથી, હવે બધી નજરો ધોની પર છે, જેઓ IPL 2023માં CSKને ટાઇટલ જિતાવીને ગયા હતા. ફેન્સને આશા છે કે તેમની લીડરશિપથી ટીમમાં સુધારો આવશે. ધોનીની કપ્તાની સીએસકે માટે શા માટે મહત્વપૂર્ણ બની જાય છે તે નીચેના મુદ્દાઓ પરથી સમજી શકાય છે

  • અનુભવ: ધોનીએ CSKને ઘણી IPL ટાઇટલ્સ જિતાવી છે.
  • દબાણમાં શાંતિ: તેમની શાંત અને સ્થિર રણનીતિ ટીમને સ્થિર કરી શકે છે.
  • ફેન્સનો સપોર્ટ: લોકો તેમને કપ્તાન તરીકે જોવા ખુબ જ ઉત્સુક છે.

ગાયકવાડે CSKના કમબેક માટે આશા વ્યક્ત કરી

ઇજા હોવા છતાં, ગાયકવાડ હજુ પણ પોઝિટિવ છે. તેણે કહ્યું છે કે “મને ટીમને આ સ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરવી ગમત, પરંતુ કેટલીક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી. હવે હું ડગઔટમાંથી ટીમને સપોર્ટ કરીશ, અને આશા છે કે સીઝન સારી રીતે સમાપ્ત થશે”.

ડગઔટમાં ગાયકવાડની હાજરી ટીમના મોરલને વધારી શકે છે. CSKની આગામી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેપૌકમાં આજે સાંજે 7:30 વાગે રમાશે. ધોનીની કપ્તાની સાથે, ફેન્સને જરૂરી જીતની આશા છે. જો CSKને પ્લેયોફમાં જડવું હોય, તો તેમને તરત જ જીત મેળવવાની જરૂર છે.

પરિસ્થિતિ ગમે તે હોય પરંતુ એક વાત નિશ્ચિત છે – આગામી મેચો અત્યંત રોમાંચક બની રહેશે! અત્યાર માટે બસ બસ આટલું જ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. આવી જ રોમાંચક ખબરો મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સેપ ગ્રુપ માં જોડાઓ. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

Leave a Comment

IPLમાં પ્રથમ બોલે વિકેટ ફટકારનારા ટોપ 5 બોલરો! 🔥 5 ખેલાડી જે 2 કરોડથી વધુમાં ખરીદાયા 😱 નથી રમી IPL 2025ની એક પણ મેચ SRHનો નવો યુવાન હીરો! – સ્મરણ રવિચંદ્રન! જાણો કેમ છે ચર્ચામાં? ⚡ હાર્દિકની કપ્તાની પર તિલકનો શોકિંગ ખુલાસો! ‘જો ભૂલ થાય તો…’ IPL છોડી PSLમાં ધાંધલ! ડેવિડ વોર્નરે ટ્રોલર્સને કર્યા ચૂપ – જાણો કેમ? શાહરૂખ ખાનને અમદાવાદની KD હોસ્પિટલમાં જ શા માટે દાખલ કરાયા? 🤔