IPL 2025 ની LSG vs GT મેચને ચૂકી ન જશો! જાણો મેચ પ્રિડિક્શન, પિચ અને હવામાનની સ્થિતિ, ટીમોનું ફોર્મ અને લાઇવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ માહિતી – એક જ જગ્યાએ.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 હવે એ પરિચયનો મુદ્દો રહી નથી – દરેક મેચમાં કાંઈક નવી જ રોમાંચકતા જોવા મળી રહી છે. આજે બપોરે 2:30 વાગે મેચ નંબર 26 ખેલાવા જઈ રહી છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આમનેસાંમને થશે ગુજરાત ટાઇટન્સ (GT) સાથે. આ મુકાબલો લખનૌના એકના ક્રિકેટ સ્ટેડિયમ પર યોજાશે, જ્યાં બંને ટીમો પોઈન્ટ્સ ટેબલ પર પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ઝઝૂમશે.
LSG માટે આ સિઝન થોડું મિક્સ પ્રકારનું રહ્યું છે – તેમણે અત્યાર સુધીમાં 5માંથી 3 મેચ જીતી છે. જ્યારે GTએ શરૂઆતમાં માત્ર એક મેચ હાર્યા બાદ સતત 4 જીત સાથે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. નિકોલસ પુરણ, મિચેલ માર્શ, સાય સુધાર્શન અને રશીદ ખાન જેવા ફોર્મમાં ચાલતા ખેલાડીઓને કારણે આજની મેચ એ જોવાલાયક બની રહેશે.
LSG Vs GT મેચ પ્રિવ્યુ: શું જોવું જોઈએ?
સૌપ્રથમ લખનૌ સુપર જાયન્ટ્સ ની વાત કરીએ તો તેમની ટીમ પોતાના મજબૂત બેટિંગ ઓર્ડર પર નિર્ભર છે. નિકોલસ પુરણ (288 રન) અત્યાર સુધી ટોપ સ્કોરર રહ્યો છે, જ્યારે મિચેલ માર્શ મિડલ ઓર્ડરમાં રહી એક સ્થિર અને લાંબી રેસનો ઘોડો બન્યો છે. બોલિંગ વિભાગમાં પણ મયંક યાદવ અને રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓ આક્રમક દેખાયા છે.
અન્ય તરફ, ગુજરાત ટાઇટન્સ સિઝનની સૌથી સ્થિર ટીમ બની છે. સાય સુધાર્શન (273 રન) શાનદાર ફોર્મમાં છે અને રશીદ ખાન તથા મોહમ્મદ સિરાજની બોલિંગ બીજી ટીમો માટે પડકારરૂપ બની છે. તેઓ ટાર્ગેટ ચેઝ કરવામાં પણ ખુબ પાવરફુલ સાબિત થયા છે.
મેચના મુખ્ય પાસાં:
- LSG ની મિડલ ઓર્ડર બેટિંગ સામે GT ની શિસ્તબદ્ધ બોલિંગ
- એકના સ્ટેડિયમના પિચ પર સ્પિનરોની અસર
- ટોસ – શું પ્રથમ બેટિંગ કરવું લાભદાયક રહેશે?
પિચ રિપોર્ટ અને હવામાન સ્થિતિ
પિચ રિપોર્ટ – એકના ક્રિકેટ સ્ટેડિયમ
એકના ક્રિકેટ સ્ટેડિયમ ઐતિહાસિક રીતે સંતુલિત પિચ પ્રદાન કરે છે, જે બેટ્સમેન અને બોલર બંનેને મદદરૂપ થાય છે. આ પીચની ખાસિયતો અને લક્ષણો નીચે મુજબ છે:
પાસું | વિગત |
---|---|
સરેરાશ સ્કોર | 170-180 |
સ્પિનરો માટે લાભ | મેચના બીજા ભાગમાં |
ટોસનો લાભ | ખાસ નહીં – બંને પક્ષે જીત નોંધાઈ છે |
આમ તો આજની મેચ એ બપોરે 3:30 વાગે શરૂ થનારી મેચ હોવાથી, શરૂઆતમાં બેટિંગ કરવી એ જેતે ટિમ માટે વધુ લાભદાયી બની શકે છે.
હવામાન અપડેટ
હવે જો આપણે હવામાનની વાત કરીએ તો લખનૌના એકના ક્રિકેટ સ્ટેડિયમ ના વિસ્તારમાં નીચે મુજબનું વાતાવરણ રહે તેવી સંભાવના છે:
- તાપમાન લગભગ 36°C સાથે દિવસભર ધૂપ રહેશે
- મેચ સમયે થોડા વાદળો રહે, પરંતુ વરસાદની કોઈ સંભાવના નથી.
- ભેજ લગભગ 40% રહેશે, જે ફાસ્ટ બોલરો માટે થોડી મુશ્કેલ પરિસ્થિતિ સર્જશે.
LSG Vs GT લાઇવ કવરેજ – ક્યાં અને કેવી રીતે જોઈ શકાય?
આજની LSG Vs GT મેચની મજા નીચેના માધ્યમો દ્વારા લઈ શકાશે:
- ટીવી પર: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (અનેક ભાષાઓમાં ઉપલબ્ધ).
- લાઇવ સ્ટ્રીમિંગ: જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટાર (જિયો યુઝર્સ માટે મફત).
- મેચ સમય: 3:30 PM IST (ટોસ 3:00 PM), 12 એપ્રિલ
ટીમ ઓવરવ્યુ: LSG vs GT
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
- બેટર્સ: નિકોલસ પુરણ, રિશભ પંત, ડેવિડ મિલર, મિચેલ માર્શ, અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ
- બોલર્સ: આવેશ ખાન, દિગ્વેશ રાઠી, મોહસિન ખાન, આકાશ દીપ, શાર્દુલ ઠાકુર
- ઈમ્પેક્ટ પ્લેયર: રવિ બિશ્નોઈ
ગુજરાત ટાઇટન્સ (GT)
- બેટર્સ: શુભમન ગિલ, સાઈ સુધાર્શન, જોસ બટલર, શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન
- બોલર્સ: રશીદ ખાન, મોહમ્મદ સિરાજ, કાગિસો રબાડા, રાહુલ તેવટિયા, સાઈ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદ ખાન
- ઈમ્પેક્ટ પ્લેયર: કુલવંત ખેજરોલિયા/વોશિંગ્ટન સુંદર
LSG Vs GT મેચ પ્રિડિક્શન – કોણ જીતી શકે?
GTના અત્યાર સુધીના પર્ફોર્મન્સ ને જોતા લાગે છે કે ટિમ હાલ શાનદાર ફોર્મમાં છે. તેમની બોલિંગ લાઇન-અપ, ખાસ કરીને સ્પિન અને ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ્સ, તેમને રમતમાં આગળ રાખે છે. જોકે, LSG બેટિંગમાં ધમાકેદાર દેખાવ કરવો એમની શક્તિ રહી છે અને આ વખતે તો તેઓ તેમના પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે જેમનો તેમને ફાયદો પણ થશે.
અમારું અનુમાન: એકંદરે આ એક ટાઇટ મેચ રહેશે, પરંતુ જો GT ની ટોપ ઓર્ડર સારી રહી, તો તેઓ જીતી શકે છે.
આ LSG vs GT ની મેચ આઈપીએલ ચાહકો માટે સૌથી રસપ્રદ મેચોમાંથી એક બની શકે છે. અત્યાર માટે બસ બસ આટલું જ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. આવી જ રોમાંચક ખબરો મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સેપ ગ્રુપ માં જોડાઓ. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.