આજની લાઈવ મેચ IPL: RR વિ. GT મેચ પ્રિડિક્શન, Dream11 ટીમ, પ્લેઇંગ 11, અને પિચ રિપોર્ટ માહિતી

IPL 2025માં RR વિ. GT ધમાકેદાર મુકાબલો! જાણો પિચ રિપોર્ટ, Dream11 ટીમ, હેડ-ટુ-હેડ રેકોર્ડ અને જીતવાની સંભાવના. લાઇવ સ્કોર અહીં!

આજની લાઈવ મેચ IPL: RR વિ. GT મેચ પ્રિડિક્શન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની રોમાંચક સફરમાં, આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે એક મહત્વપૂર્ણ મુકાબલો યોજાશે. આ સિઝનની 47મી મેચ બંને ટીમો માટે પોઈન્ટ્સ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે અત્યંત મહત્ત્વની છે.

એક તરફ, રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં નીચેના ક્રમે સંઘર્ષ કરી રહી છે, જ્યારે બીજી તરફ ગુજરાત ટાઇટન્સ ટોચ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. અગાઉની મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું, ત્યારે આજે રાજસ્થાન રોયલ્સ પોતાના ઘરઆંગણે તે હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. ચાલો જોઈએ આ RR વિ. GT નિર્ણાયક મેચ માટે પિચ રિપોર્ટ, હવામાનની સ્થિતિ, બંને ટીમોનું ફોર્મ અને સંભવિત પ્લેઇંગ ઇલેવન પર એક નજર.

ટીમનું ફોર્મ અને પાછલું પ્રદર્શન

રાજસ્થાન રોયલ્સ (RR): રાજસ્થાન રોયલ્સ માટે IPL 2025 ની સિઝન અત્યાર સુધી સંઘર્ષમય રહી છે. તેઓ પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને છે અને 9 મેચોમાંથી માત્ર 2 માં જ જીત મેળવી શક્યા છે. તેમની છેલ્લી મેચમાં તેમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 11 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં યશસ્વી જયસ્વાલે 49 રન બનાવ્યા હતા. ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી હોવાથી તેઓ આ RR વિ. GT મેચમાં વધુ સારું પ્રદર્શન કરવા અને જીત મેળવવા માટે પ્રયત્ન કરશે.

ગુજરાત ટાઇટન્સ (GT): ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેઓ પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. તેમણે અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી 6 માં જીત મેળવી છે. તેમની છેલ્લી મેચમાં તેમણે શુભમન ગિલની 90 રનની શાનદાર ઇનિંગની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ને 39 રને હરાવ્યું હતું. ટીમનું વર્તમાન ફોર્મ ખૂબ જ સારું છે અને તેઓ આ RR વિ. GT મેચમાં પણ પોતાનું વિજયી પ્રદર્શન જાળવી રાખવા માટે ઉત્સુક હશે.

RR વિ. GT પિચ રિપોર્ટ અને હવામાન સ્થિતિ

સવાઈ માનસિંહ સ્ટેડિયમ પીચ રિપોર્ટ

જયપુરની પિચ સામાન્ય રીતે સંતુલિત હોય છે, જે બેટ્સમેનો અને બોલરો બંનેને મદદ કરે છે. જો કે, આ પિચ અન્ય હાઈ-સ્કોરિંગ મેદાનોથી વિપરીત થોડી ધીમી છે અને તેમાં નીચો બાઉન્સ જોવા મળે છે. સ્પિન બોલરો મધ્ય ઓવરોમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે બોલ ધીમો આવતો હોવાથી બેટ્સમેનોને શોટ મારવામાં મુશ્કેલી પડી શકે છે.

જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ બેટિંગ વધુ મુશ્કેલ બનતી જાય છે. અહીં છેલ્લી મેચમાં 170-180 ની વચ્ચેનો સ્કોર સ્પર્ધાત્મક સાબિત થયો હતો. અહીં સવાઈ માનસિંહ સ્ટેડિયમ પીચ પર રમાયેલ અત્યાર સુધીની IPL મેચો પરના આંકડા આપેલ છે:

રેકોર્ડઆંકડા
કુલ મેચો59
પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી21 (35.59%)
લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી38 (64.41%)
સૌથી મોટો સ્કોર217/6 (SRH વિ. RR, 2023)
સૌથી ઓછો સ્કોર59 (RR વિ. RCB, 2023)
સૌથી મોટો ચેઝ217/6 (SRH વિ. RR, 2025)
શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનસોહેલ તનવીર (6/14)
સૌથી વધુ રનઅજિંક્ય રહાણે (1115 રન)
સૌથી વધુ વિકેટસિદ્ધાર્થ ત્રિવેદી (36 વિકેટ)

જયપુરના હવામાનની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જયપુરમાં સોમવારની સાંજ આકાશ સ્વચ્છ રહેશે:

  • તાપમાન લગભગ 30°C રહેવાની શક્યતા
  • ભેજનું પ્રમાણ લગભગ 11% રહેશે
  • વરસાદની કોઈ શક્યતા નથી
  • પવનની ગતિ લગભગ 11 કિમી/કલાક રહેવાનો અંદાજ છે

RR વિ. GT Dream11 ટીમ પ્રિડિક્શન

  • વિકેટકીપર: જોસ બટલર (C)
  • બેટ્સમેન: શુભમન ગિલ, શેરફેન રધરફોર્ડ, સાઈ સુદર્શન, યશસ્વી જયસ્વાલ (VC)
  • ઓલરાઉન્ડર: રિયાન પરાગ, વાનિન્દુ હસરંગા
  • બોલર: સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, જોફ્રા આર્ચર

RR વિ. GT My Dream11 ટીમ

યશસ્વી જયસ્વાલ, જોફ્રા આર્ચર, જોસ બટલર, સાઈ સુદર્શન (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શેરફેન રધરફોર્ડ, મોહમ્મદ સિરાજ, રિયાન પરાગ (વાઈસ-કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ધ્રુવ જુરેલ, સંદીપ શર્મા

પોલ

તમારા મતે આજની RR વિ. GT મેચ કોણ જીતશે?

RR વિ. GT ટીમ પ્રિડિક્શન: સંભવિત પ્લેઇંગ 11

રાજસ્થાન રોયલ્સ (RR):

  1. યશસ્વી જયસ્વાલ
  2. શુભમ દુબે
  3. નીતિશ રાણા
  4. રિયાન પરાગ (C)
  5. ધ્રુવ જુરેલ (WK)
  6. શિમરોન હેટમાયર
  7. વાનિન્દુ હસરંગા
  8. જોફ્રા આર્ચર
  9. ફઝલહક ફારૂકી
  10. સંદીપ શર્મા
  11. અશોક શર્મા

ગુજરાત ટાઇટન્સ (GT):

  1. સાઈ સુદર્શન
  2. શુભમન ગિલ (C)
  3. જોસ બટલર (WK)
  4. શેરફેન રધરફોર્ડ
  5. રાહુલ તેવટિયા
  6. વોશિંગ્ટન સુંદર
  7. શાહરૂખ ખાન
  8. રાશિદ ખાન
  9. સાઈ કિશોર
  10. પ્રસિદ્ધ ક્રિષ્ના
  11. મોહમ્મદ સિરાજ

RR વિ. GT હેડ-ટુ-હેડ રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સનો હેડ-ટુ-હેડ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સ સામે ખૂબ જ મજબૂત છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચોના હેડ-ટુ-હેડ આંકડા નીચે મુજબ છે:

પરિમાણઆંકડા
રમાયેલી મેચો7
RR જીત1
GT જીત6
ટાઈ થયેલી મેચો0
રદ થયેલી મેચો0

RR વિ. GT લાઇવ મેચ ક્યાં જોઈ શકાય?

RR અને GT વચ્ચેની આ રોમાંચક મેચનું લાઇવ પ્રસારણ નીચેના માધ્યમો દ્વારા જોઈ શકાશે:

  • મેચ સમય: 7:30 PM IST (ટોસ 7:00 PM), 28 એપ્રિલ
  • ટીવી પર: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (અનેક ભાષાઓમાં ઉપલબ્ધ).
  • લાઇવ સ્ટ્રીમિંગ: જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટાર (જિયો યુઝર્સ માટે મફત).

RR વિ. GT મેચ પ્રિડિક્શન – કોણ જીતી શકે?

ગુજરાત ટાઇટન્સનો હેડ-ટુ-હેડ રેકોર્ડ મજબૂત છે તે ઉપરાંત આ સીઝનમાં તેઓ ખુબ જ ધમાકેદાર રમી રહ્યા છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સ આ સીઝનમાં ફોર્મમાં નથી લાગી રહી પરંતુ આજે તેમને પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો જોવા મળશે. પિચની સ્થિતિ સ્પિનરોને મદદરૂપ થઈ શકે છે, જે બંને ટીમો પાસે સારા સ્પિન બોલરો ધરાવે છે. તેથી જે ટીમનો ટોપ ઓર્ડર સારો રહેશે તે ટિમ જીતે તેવી આશા છે.

RR અને GT ના પાછલા પ્રદર્શન અને હાલના ફોર્મને જોતા મોટાભાગના અનુમાનકર્તાઓ આજના RR વિ. GT મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ને તરફેણ કરે છે. જુદા જુદા અનુમાનકર્તાઓ અનુસાર કઈ ટીમની જીતવાની કેટલી સંભાવના છે તે નીચે આપેલા ટેબલમાં જોઈ શકાય છે:

અનુમાનકર્તાજીતવાની સંભાવના
માયખેલ (MyKhel)RR 48% – GT 52%
ગૂગલ AI (Google AI Prediction)RR 45% – GT 55%
ક્રિકટ્રેકર (CricTracker)GT ને તરફેણ
ઇલેવનવિઝાર્ડ્સ (11Wizards)RR 43% – GT 57%

જયપુરમાં મેદાન તૈયાર છે. શું ટાઇટન્સની જીતનો સિલસિલો ચાલુ રહેશે, કે રોયલ્સ વાપસી કરીને મહત્વપૂર્ણ જીત હાંસલ કરશે? તેતો આજની મેચમાં જ ખબર પડશે.

પાછલી મેચ હાઇલાઇટ્સ

તો મિત્રો, IPL 2025ની આવી જ રસપ્રદ ખબરો અને મેચ વિશ્લેષણ માટે જોડાયેલા રહો અમારી સાથે! વધુ માહિતી અને અપડેટ્સ માટે આજે જ અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો.

Leave a Comment

IPLમાં પ્રથમ બોલે વિકેટ ફટકારનારા ટોપ 5 બોલરો! 🔥 5 ખેલાડી જે 2 કરોડથી વધુમાં ખરીદાયા 😱 નથી રમી IPL 2025ની એક પણ મેચ SRHનો નવો યુવાન હીરો! – સ્મરણ રવિચંદ્રન! જાણો કેમ છે ચર્ચામાં? ⚡ હાર્દિકની કપ્તાની પર તિલકનો શોકિંગ ખુલાસો! ‘જો ભૂલ થાય તો…’ IPL છોડી PSLમાં ધાંધલ! ડેવિડ વોર્નરે ટ્રોલર્સને કર્યા ચૂપ – જાણો કેમ? શાહરૂખ ખાનને અમદાવાદની KD હોસ્પિટલમાં જ શા માટે દાખલ કરાયા? 🤔