IPL 2025 – RR Vs RCB મેચ પ્રિડિક્શન, પ્લેઇંગ 11, પિચ રિપોર્ટ અને લાઇવ સ્ટ્રીમિંગ માહિતી

IPL 2025 ની RR vs RCB ની ધમાકેદાર મેચ! જાણો મેચ પ્રિડિક્શન, પ્લેઇંગ 11, પિચ અને હવામાનની સ્થિતિ, ટીમોનું ફોર્મ અને લાઇવ સ્ટ્રીમિંગની સંપૂર્ણ માહિતી – એક જ જગ્યાએ.

RR vs RCB મેચ પ્રિડિક્શન

રાજસ્થાન રોયલ્સ (RR) આઈપીએલ 2025 ની સીઝનમાં પોતાના ઘરેલુ મેદાન સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર પર પહેલીવાર રમવા જઈ રહી છે. ગુવાહાટીમાં પોતાની શરૂઆત કર્યા પછી, તેમણે અસ્થિર પ્રદર્શન કર્યું છે અને હવે તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે સ્ટ્રોંગ કમબેક કરવા માંગે છે.

RCB એ આ સીઝનમાં ઘરેલુ મેદા પર ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યા છે. તેમણે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે વાનખેડે સ્ટેડિયમ પર 10 વર્ષ પછી, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ચેપોકમાં 17 વર્ષ પછી અને સાથે સાથે, તેમણે વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ઈડન ગાર્ડન્સ પર પણ જીત મેળવી હતી.

પિચ રિપોર્ટ અને હવામાન સ્થિતિ

પિચ રિપોર્ટ: સવાઈ માનસિંહ સ્ટેડિયમ

સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ સુક્કી અને સખત રહેવાની અપેક્ષા છે, જે દિવસના મેચ (બપોરે 3:30 વાગ્યે શરૂ) માટે તૈયાર કરવામાં આવી છે. શરૂઆતના કેટલાક ઓવરમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ મળી શકે છે, પરંતુ મેચ આગળ વધતા સ્પિનરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

બેટ્સમેન જો શરૂઆતમાં સાવચેત રહે, તો પછી મોટા સ્કોર બનાવી શકશે. આઉટફિલ્ડ ઝડપી હોવાથી સારા શોટ્સ સરળતાથી બાઉન્ડ્રી પર જઈ શકે છે. ટોસ જીતનાર ટીમ ચેઝ કરવાનું પસંદ કરે તેવી આશા છે, કારણ કે રાત્રે પડતા પડતા પીચને ભેજ ની અસર થઇ શકે છે.

અહીં સવાઈ માનસિંહ સ્ટેડિયમ પીચની ખાસિયતો અને લક્ષણો ટેબલમાં રજૂ કરવામાં આવી છે, તો ચાલો તેના પર એક નજર કરીએ:

લાક્ષણિકતાવિગતો
સરેરાશ સ્કોર160-180 (તાજેતરના ટ્રેન્ડ્સ મુજબ)
શ્રેષ્ઠ ઇનિંગ્સબીજી (ચેઝિંગને ફાયદો)
અસરકારક બોલર્સસ્પિનરો (બીજી ઇનિંગ્સમાં), વેરાયટીવાળા પેસર્સ
ફાયદાકારક બેટ્સમેનસ્પિન સામે સારા બેટ્સમેન
ટોસ જીતવાનો ફાયદોજીતીને ફીલ્ડિંગ પસંદ કરનારને

હવામાન અપડેટ: ખેલાડીઓ માટે મોટી પડકાર

હવામાનની વાત કરીએ તો જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ના વિસ્તારમાં નીચે મુજબનું વાતાવરણ રહે તેવી સંભાવના છે:

  • તાપમાન લગભગ 37-38°C જેટલું રહી શકે છે
  • મેચ સમયે વરસાદની કોઈ સંભાવના નથી.
  • વાતાવરણમાં ભેજનુ પ્રમાણ લગભગ 32-34% રહેશે

એકંદરે, જયપુરમાં હવામાન ખૂબ જ ગરમ રહેવાની અપેક્ષા છે, તેથી ખેલાડીઓને વિરોધી ટીમ સાથે સાથે ગરમી સામે પણ લડવું પડશે.

RR vs RCB ટીમ પ્રિડિક્શન: સંભવિત પ્લેઇંગ 11

રાજસ્થાન રોયલ્સ (RR) સંભવિત ટીમ: જોફ્રા આર્ચર, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, કુમાર કાર્તિકેય, યશસ્વી જયસ્વાલ, ફઝલહક ફારૂકી, નીતિશ રાણા, તુષાર દેશપાંડે, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), મહેશ થીક્ષના, ધ્રુવ જુરેલ, સંદીપ શર્મા (ઈમ્પેક્ટ પ્લેયર)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સંભવિત ટીમ: જોશ હેઝલવુડ, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, કૃણાલ પંડ્યા, ફિલિપ સોલ્ટ, યશ દયાલ, દેવદત્ત પડ્ડિકલ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, ટિમ ડેવિડ, સુયશ શર્મા (ઈમ્પેક્ટ પ્લેયર)

RR vs RCB: ટીમની શક્તિ અને નબળાઈઓ?

રાજસ્થાન રોયલ્સ (RR)

મજબૂતાઈઓનબળાઈઓ
યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન જેવા બેટ્સમેનો સાથે મજબૂત ટોચનો ક્રમ.મધ્યમ ક્રમની અસ્થિરતા.
મહીશ થીક્ષણા જેવા સ્પિન બોલરો સાથે સ્પિન બોલિંગના સારા વિકલ્પો.યોગ્ય ઓલ-રાઉન્ડરોની પસંદગીમાં પડકારો.
સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમવાનો ઘરેલુ ફાયદો.પેસ બોલિંગમાં ક્યારેક સ્થિરતાનો અભાવ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)

મજબૂતાઈઓનબળાઈઓ
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસ જેવા ખેલાડીઓ સાથે મજબૂત બેટિંગ લાઇનઅપ.ઘરેલુ મેદાન પર અસ્થિર દેખાવ.
ઘરેલુ મેદાન સિવાયના મેદાનો પર સારું પ્રદર્શન.સ્પિન બોલિંગ વિભાગમાં નબળાઈ.
અનુભવી પેસ બોલિંગ ક્ષમતા.મુખ્ય ખેલાડીઓ પર વધુ પડતી નિર્ભરતા.

RR vs RCB હેડ-ટુ-હેડ રેકોર્ડ

અત્યાર સુધી રમાયેલ મેચો અનુસાર, IPL માં RR અને RCB વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડનો સારાંશ નીચે મુજબ છે:

  • કુલ રમાયેલી મેચો: 32
  • RR દ્વારા જીતેલી મેચો: 14
  • RCB દ્વારા જીતેલી મેચો: 15
  • પરિણામ વિનાની મેચો: 3

આ સીઝનમાં બંને ટીમો વચ્ચેનો રેકોર્ડ ખૂબ જ નજીકનો રહ્યો છે. બંને ટીમો એકબીજા સામે વારાફરતી જીતતી જોવા મળી છે. કોઈપણ એક ટીમનો ક્યારેય સંપૂર્ણ દબદબો રહ્યો નથી, જે તેમની વચ્ચેની તીવ્ર હરીફાઈ દર્શાવે છે.

જોવા જઈએ તો, એક તરફ કુલ જીતના આંકડામાં RCB થોડું આગળ છે, પરંતુ બીજી તરફ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચોમાં RR ને થોડો ફાયદો પણ છે. જે દર્શાવે છે કે આજની મેચ ખૂબ જ રોમાંચક અને કટોકટીથી ભરપૂર રહેવાની છે.

RR Vs RCB લાઇવ કવરેજ – ક્યાં અને કેવી રીતે જોઈ શકાય?

આજની RR Vs RCB મેચની મજા નીચેના માધ્યમો દ્વારા લઈ શકાશે:

  • ટીવી પર: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (અનેક ભાષાઓમાં ઉપલબ્ધ).
  • લાઇવ સ્ટ્રીમિંગ: જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટાર (જિયો યુઝર્સ માટે મફત).
  • મેચ સમય: 3:30 PM IST (ટોસ 3:00 PM), 13 એપ્રિલ

RR Vs RCB મેચ પ્રિડિક્શન – કોણ જીતી શકે?

RR પોતાના ઘરેલુ પ્રેક્ષકો સામે મજબૂત પ્રદર્શન કરવા માંગે છે, જ્યારે RCB પોતાની સતત જીતના ક્રમને ચાલુ રાખવા માંગે છે. જો RCB ના બેટ્સમેન ફાયર કરે, તો તેઓ મોટો સ્કોર બનાવી શકે છે. જયારે બીજી બાજુ, જો RR ના સ્પિનરો ડ્રાય પિચનો લાભ લે, તો તેઓ RCB ને નીચા સ્કોર પર લિમિટ કરી શકે છે.

જો મેચમાં કોણ જીતશે? તેની ચર્ચા કરીએ તો મોટાભાગના અનુમાનકર્તાઓ આજના મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ને થોડી તરફેણ કરે છે. જુદા જુદા અનુમાનકર્તાઓ અનુસાર કઈ ટીમની જીતવાની કેટલી સંભાવના છે તે નીચે આપેલા ટેબલમાં જોઈ શકાય છે:

અનુમાનકર્તાજીતવાની સંભાવના
માયખેલ (MyKhel)55% RR – 45% RCB
ગૂગલ AI (Google AI Prediction)52% RR – 48% RCB
ક્રિકટ્રેકર (CricTracker)60% RR – 40% RCB

આ RR vs RCB ની મેચ ચાહકો માટે અત્યંત રોચક અને રસાકસી વાળી થવાની છે. તો તૈયાર થઇ જજો આજે બપોરે 3:30 વાગે. અત્યાર માટે બસ બસ આટલું જ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. આવી જ રોમાંચક ખબરો મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સેપ ગ્રુપ માં જોડાઓ. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.:

Leave a Comment

IPLમાં પ્રથમ બોલે વિકેટ ફટકારનારા ટોપ 5 બોલરો! 🔥 5 ખેલાડી જે 2 કરોડથી વધુમાં ખરીદાયા 😱 નથી રમી IPL 2025ની એક પણ મેચ SRHનો નવો યુવાન હીરો! – સ્મરણ રવિચંદ્રન! જાણો કેમ છે ચર્ચામાં? ⚡ હાર્દિકની કપ્તાની પર તિલકનો શોકિંગ ખુલાસો! ‘જો ભૂલ થાય તો…’ IPL છોડી PSLમાં ધાંધલ! ડેવિડ વોર્નરે ટ્રોલર્સને કર્યા ચૂપ – જાણો કેમ? શાહરૂખ ખાનને અમદાવાદની KD હોસ્પિટલમાં જ શા માટે દાખલ કરાયા? 🤔