GT Vs RR મેચમાં સંજુ સેમસનની એક ભૂલે ફૂંકી દીધા ₹24 લાખ – RRની હાર પાછળની શોકિંગ વાસ્તવિકતા!

રાજસ્થાન રોયલ્સના કપ્તાન સંજુ સામસન પર BCCIએ લગાવ્યો ₹24 લાખનો રેકોર્ડ દંડ. GT સામે 58 રનથી હારમાં સંજુએ કબુલી ટેક્ટિકલ ભૂલો.

સંજુ સેમસન સમાચાર

આ વખતની આઈપીએલ સીઝન ખૂબ જ રોમાંચક અને ચર્ચાત્મક બનતી જઈ રહી છે. હમણાંજ રમાયેલી IPL 2025ની GT Vs RR મેચ રાજસ્થાન રોયલ્સ (RR) ના કપ્તાન સંજુ સેમસન માટે એ બુધવારની રાત ખુબ જ માથાભારે રહી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રાજસ્થાન રોયલ્સ (RR) ની 58 રનથી હાર થઈ હતી. જેમાં RRના કપ્તાન સંજુ સેમસન પર BCCI દ્વારા ₹24 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ કે આટલા મોટા દંડ નુ શુ કારણ રહ્યું હતું.

GT Vs RR મેચના મુખ્ય મુદ્દાઓ

આ મેચમાં GTએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 217/6નો મોટો સ્કોર બનાવ્યો હતો, જેમાં સાય સુધર્શનની 82 રનની શાનદાર પારી નિર્ણાયક સાબિત થઈ હતી. જવાબમાં RRની ટોપ-ઑર્ડર નિષ્ફળ રહી હતી અને ટીમ માત્ર 19.2 ઓવરમાં જ 159 રન પર ઓલ આઉટ થઈ ગયી હતી. જેમાં સંજુ સેમસનના 41 રનની પારી પણ ટીમને જીતાડી શકી નહોતી.

સંજુ પર દંડ શા માટે?

BCCI નિયમો મુજબ, મેચ દરમ્યાન ટીમે નક્કી કરેલ સમયમાં ઓવર પૂરી કરવાની હોય છે. જો કોઈ ટિમ તે નથી કરી શકતી તો તે દંડ ને પાત્ર બની રહે છે. આ IPL સીઝનમાં RRએ એક નહિ પરંતુ બે વાર આ ઓવર-રેટ નિયમનો ભંગ કર્યો છે. જેમાં પ્રથમ વાર ગુવાહાટીમાં CSK સામેના મેચમાં રિયાન પરાગ પર ₹12 લાખનો દંડ થયો હતો અને આ આ વખતે સંજુ સેમસન પર બમણો દંડ કરવામાં આવ્યો છે.

IPL ઓવર-રેટ દંડના નિયમો:

ગુનોકપ્તાનનો દંડટીમના બાકીના ખેલાડીઓ
પહેલી વાર₹12 લાખ25% મેચ ફી અથવા ₹6 લાખ (જે ઓછું)
બીજી વાર₹24 લાખ25% મેચ ફી અથવા ₹6 લાખ (જે ઓછું)
ત્રીજી વાર₹30 લાખ + 1 મેચ બેન50% મેચ ફી અથવા ₹12 લાખ (જે ઓછું)

RRની નિરાશાજનક પરફોર્મન્સ

દંડ થવાથી RRની મુશ્કેલી વધી છે. GT Vs RR મેચમાં RRની બોલિંગ અને બેટિંગ બંને ફર્મ નબળી રહી છે. જેથી GTએ 218 રનનો મોટો ટાર્ગેટ આપ્યો, જેનો RR નીચે મુજબની ભૂલોને કારણે પીછો કરી શક્યા નહીં:

RR ક્યાં ચૂકી ગયા?

  • બોલિંગ: ડેથ ઓવરમાં 15-20 વધારે રન આપી દીધા.
  • બેટિંગ: દબાણમાં મુખ્ય વિકેટો ગુમાવી.
  • યોજના: બોલિંગ પ્લાન પર ટકી શક્યા નહીં.

સંજુ સેમસને શું કહ્યું?

સંજુ સેમસન

આ મેચ પછી સંજુએ કબૂલ કરતા કહ્યું હતું કે, “અમે અમારી યોજના અનુસાર ખેલી શક્યા નહીં. મારી આઉટથી મેચનો રુખ વળી ગયો.” તેમણે 28 બોલમાં 41 રન બનાવ્યા, પરંતુ તેમના આઉટથી RRની પરફોર્મન્સ ઢીલી પડી ગયી.

જોફ્રા આર્ચરશુભમન ગિલને શરૂઆતમાં જ આઉટ કરી RRને આશા આપી હતી, પરંતુ GTના બેટ્સમેનોએ પછી ધુંઆધાર બેટિંગ જમાઈ હતી. સંજુએ કહ્યું, “અમે એક યોજના બનાવી પરંતુ બીજી રીતે ખેલ્યા. તેની કિંમત ચૂકવવી પડી.”

RR પહેલા બેટિંગ કરવામાં મજબૂત છે, પરંતુ મોટા ટાર્ગેટનો પીછો કરવામાં તેઓ નિષ્ફળ થઇ જાય છે. સંજુએ કહ્યું, “અમે પીછો કરીને પણ જીતવા માગીએ છીએ. આ હારથી અમારી રણનીતિ પર ફરી વિચાર કરવો પડશે.”

પોલ

શું RR આગામી મેચોમાં કમબેક કરી શકશે?

હવે RR માટે આગળની ચાલ શું હોવી જોઈએ?

RRને હવે નીચે મુજબનાં પગલાં લેવા પડશે:

  • ઓવર-રેટ સુધારવી પડશે – જેથી તેઓ વધુ દંડથી બચી શકે.
  • ડેથ ઓવરમાં બોલિંગ મજબૂત બનાવવી પડશે – જેથી વધુમાં વધુ રન બચાવી શકાય.
  • પીછો કરતી વખતે સારી પાર્ટનરશિપ નિભાવવી પડશે – જેથી લાંબા સમય સુધી પીચ પર ટકી રહી વધુ રન બનાવી શકાય.

ફેન્સ આશા રાખે છે કે RR આગામી મેચમાં સ્ટ્રોંગ કમબેક કરશે. આ ભારે હાર અને દંડ RR માટે એક જાગૃતિ સંદેશ છે. જો તેઓ ઝડપથી ભૂલો સુધારશે નહીં, તો પ્લેઓફની દોડમાંથી બહાર નીકળી શકે છે.

અત્યાર માટે બસ બસ આટલું જ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા અભિપ્રાય હોય તો નીચે કોમેન્ટ કરો. આવી જ રોમાંચક ખબરો મેળવવા માટે અમારા ટેલિગ્રામ ગ્રુપ તેમજ વોટ્સેપ ગ્રુપ માં જોડાઓ. મુલાકાત લેવા બદલ આભાર, ટૂંક સમયમાં ફરી મળીશું.

Leave a Comment

5 ખેલાડી જે 2 કરોડથી વધુમાં ખરીદાયા 😱 નથી રમી IPL 2025ની એક પણ મેચ SRHનો નવો યુવાન હીરો! – સ્મરણ રવિચંદ્રન! જાણો કેમ છે ચર્ચામાં? ⚡ હાર્દિકની કપ્તાની પર તિલકનો શોકિંગ ખુલાસો! ‘જો ભૂલ થાય તો…’ IPL છોડી PSLમાં ધાંધલ! ડેવિડ વોર્નરે ટ્રોલર્સને કર્યા ચૂપ – જાણો કેમ? શાહરૂખ ખાનને અમદાવાદની KD હોસ્પિટલમાં જ શા માટે દાખલ કરાયા? 🤔 IPLના ઇતિહાસની 6 સૌથી ઝડપી બોલિંગ ડિલિવરી 🥎 મયંક યાદવ, ઉમરાન …