વેસ્ટ ઈન્ડિઝનો આ ઓલરાઉન્ડર હજુ સુધી KKR માટે એક પણ મેચ રમ્યો નથી. ટીમમાં રસેલ અને રિંકુ જેવા ખેલાડીઓની હાજરી તેના માટે તક મુશ્કેલ બનાવી રહી છે. ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે તેણે 10 મેચ રમી હતી.
સાઉથ આફ્રિકાનો આ યુવા ફાસ્ટ બોલર પોતાની ઝડપ માટે જાણીતો છે. ઈજાના કારણે તે ટીમથી બહાર હતો, પરંતુ હવે ડગઆઉટમાં જોવા મળે છે. જો કે, GTના ભારતીય બોલરો સારું પ્રદર્શન કરી રહ્યા હોવાથી તેને તક નથી મળી રહી.
ઇંગ્લેન્ડનો આ ઉભરતો ઓલરાઉન્ડર હજુ સુધી RCB માટે મેદાનમાં નથી ઉતર્યો. ટીમ લિવિંગસ્ટોન જેવા ખેલાડી પર વધુ વિશ્વાસ મૂકી રહી હોય તેવું લાગે છે. બેથેલે ઇંગ્લિશ T20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
ડાબા હાથનો આ ભારતીય ફાસ્ટ બોલર ડેથ ઓવર્સનો સ્પેશિયાલિસ્ટ છે. આટલી મોટી કિંમતમાં ખરીદ્યા પછી પણ તેને DC માટે એક પણ મેચ રમવાની તક નથી મળી. ટીમનું બોલિંગ આક્રમણ સારું ચાલી રહ્યું છે.
ગત સિઝનમાં પોતાની ઝડપી બોલિંગથી બધાને પ્રભાવિત કરનાર મયંક યાદવ ઈજાના કારણે શરૂઆતની મેચોમાં નહોતો રમ્યો. તે LSG ટીમમાં પાછો ફર્યો છે, પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તેને તક નથી મળી.